Gujarat Folk dance (ગુજરાતના લોકનૃત્ય)


ગુજરાતના લોકનૃત્ય :

ગરબો : ગરબો શબ્દ ગર્ભદીપ શબ્દ પરથી બનેલો છે અને ગર્ભદીપ એટલે ઘડામાં મૂકાયેલો દીવો.

ભારતમાં દરેક રાજ્યના લોકનૃત્ય પ્રચલિત છે અને ભગવાન પરની શ્રધ્ધાથી અલગ-અલગ રીતે લોકનૃત્ય અને જીવનના પ્રાસાંગોથી લોકનૃત્ય પ્રચલિત થયા છે. ગુજરાતમાં ભગવાન પરની આસ્થા અને આધ્યશક્તિ માંં ની આરતી, પુજા, અર્ચના, વગેરે સદીઓથી પ્રચલિત છે, તેમાનો એક ગરબો લોકપ્રિય છે.

ગરબામાં છિદ્રવાળી માટલીમાં દિવો મૂકવામાં આવે છે અને આ ગરબાને સ્ત્રીઓ નવરાત્રીમાં માથે લઇને આધ્યશક્તિ અંબેમાં, બહુચરમાં, કાળકામાં વગેરેના ગરબા ગાય છે. ગરબામાં ગીત, સ્વર, લય અને તાલ નું સંગમ ખૂબ જ મહત્વનું છે અને એક તાળે, ત્રણ તાળી, તાળી-ચપટી જેવા ગરબના અનેરા પ્રકારો છે.

રાસ : ગુજરાતના લોકનૃત્યમાં લોકપ્રિય એવો એક રાસ છે.

ભીલનૃત્ય : આ નૃત્ય પુરુષો કરે છે. તે યુધ્ધનૃત્ય તરીકે જાણીતું છે અને પંચમહાલ અને મહીસાગર જિલ્લા જાણીતું છે. યુધ્ધનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. ઉન્માદમાં આવી જોરથી કૂદકા મારે છે અને ચિયારીઓ પાડે છે. સાથે તેઓ તીરકામઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગામાં ઘૂઘરા બાંધે છે, મંજીરા પૂંગીવાઘ અને ઢોલ પણ વાગતાં હોય છે.

હાલીનૃત્ય : સુરત અને તાપી જિલલાના દુબળા આદિવાસીઓનું આ લોકનૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર પર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડવામાં આવે છે.

ટિપ્પણી નૃત્ય : ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબધ્ધ નૃત્ય કરે છે. આ નૃત્ય ધાબું ભરવા માટે ચૂનાને ટીપતી વખતે કરવામાં આવે છે.

દાંડિયા રાસ : આ નૃત્યમાં બે હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબધ્ધ રીતે ગોળાકારમાં ફરે છે. અને સામસામાં બેસીને કે ફરતાં ફરતાં એકબીજા સાથે દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે વગાડવામાં આવે છે

ગોફગૂંથણ
: એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્ય છે.

પઢારોનું નૃત્ય : નળકાંઠાના પઢારો મંજીરા લઇને ગોળાકારમાં નૃત્ય કરે છે. પગ પહોળાં રાખીને હલેસાં મારે છે.અને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરે છે.

રૂમાલનૃત્ય :
મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રુમાલ રાખી નૃત્ય કરે છે. તેમાં પશુનું મહોરું પહેરીને પણ આ નુત્ય કરવામાં આવે છે.

હીંચનૃત્ય : સીમંત, લગ્ન કે જનોઇના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે અને રાંદલ માતા ફરતી બહેનો રાંદલમાતાની સ્તુતિ કરતાં હીંચ લે છે. .

રાસડા : કોળી અને ભરવાડ કોમમાં મહિલાઓ પુરુષો સાથે રાસડા લે છે. રાસડામાં શરણાઇ, મંજીરા, કરતાલ, મોરલી, પાવા, ઘૂઘરા, ઢોલ,,ડફ અને ખંજરીનો વગેરેનો ઉપયોગ થાય છે.

મેરાયો
: બનાસકાંઠા જિલાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે..

ધમાલનૃત્ય :
હાથમાં મશીરાને તાલબધ્ધ ખખડાવે છે,. મોરપીંચ્છનું ઝૂડો અને નાનાં ઢોલકાં એમનાં સાધન છે. સીદીઓનો મુખી ગીતો ગાતો અને ગવડાવતો જાય, ઠેક મારતો જાય અને બધાને માથે મોરપીચ્છનો ઝૂડો ફેરવતો જાય છે.

ડાંગીનૃત્ય : 
ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગીનૃત્ય ચાળો તરીકે ઓળખાય છે. તેમાં ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે થાય છે.

અન્ય લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો - Study Gujju   

Post a Comment

Previous Post Next Post