Saints and social workers in Gujarat (સંતો અને સમાજસેવકો)

સંતો અને સમાજસેવકો


દાદા મેકરણ - કચ્છના રણમાં ભૂલા પડેલા મુસાફરોનો જીવ બચાવનાર, કચ્છના ખાંભડા ગામમાં થઇ...

જેસલ-તોરલની સમાધિ - સતી તોરલે લૂંટારા જેસલને જીવનનું રહસ્ય સમજાવ્યું અને તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી તેનું હૃદય પરિવર્તન કર્યું. જેસલ-તોરલની સમાધિ અંજારમાં છે.

ગોરખનાથ -

અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. ગોરખનાથ મંદિર, ઓડદર, પોરબંદર.

નરસિંહ મહેતા - જૂનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા થઇ ગયા.

આનંદ આશ્રમ - મોજીદડના નથ્થુરામ શર્માએ બીલખામાં આનંદ આશ્રમ સ્થાપી, શુધ્ધ સનાતન ધર્મ જીવન જીવવાની પ્રેરણા આપી.
.
સંત આપા ગીગા - વિસાવદર તાલુકાના સતાધારમાં ચલાળાના સંત આપા દાનાન શિષ્ય આપા ગીગા થયા. આજે પણ સતાધાર પવિત્ર સ્થાનક ગણાય છે અને લોકો માનતા માને છે....

મહાત્મા મૂળદાસ - અમરેલીમાં ઉના તાલુકામાં આમોદરામાં મહાત્મા મૂળદાસની સમાધિ છે..

સહજાનંદ સ્વામી - તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો. અયોધ્યાથી આવેલા ધનશ્યામ મહારાજ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ પાસે સહજાનંદ સ્વામી તરીકે પ્રસિધ્ધ થયા.

શેઠ સગાળશા બસલખામાં શેઠ સગાળશા થઇ ગયા અને સરસઇ ગામે સંત રોહીદાસ થઇ ગયા
.
પુષ્પાબહેન મહેતા - વિધવા અને ત્યકતાઓનાં તારણહાર, જૂનાગઢનાં અગ્રગણ્ય સમાજસેવિકા હતા.

સંત જલારામ - રાજકોટ જિલ્લાના વીરપુરના
દયાનંદ સરસ્વતી - ટંકારાના આર્યસમાજના સ્થાપક
અરુણાબહેન દેસાઇ - કન્યા- કેળવણીનાં હિમાયતી

અણદાબાવાનો આશ્રમ - આણંદજી સોનીએ જામનગરમાં અણદાબાવાનો આશ્રમ સ્થાપ્યો અને આ આશ્રમ દ્વારા ગૌશાળા, અન્નક્ષેત્ર, દવાખાનું, , શાળા, પાઠશાળા વગેરેનું સંચાલન થાય છે.

મોરારીબાપુ - ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે મોરારીબાપુ ગુજરાતના પ્રસિધ્ધ સંત અને રામાયણ કથાકાર છે.

બુધ્ધિસાગરજી મહારાજ - મહેસાણા જિલ્લાના વિજાપુરના બુધ્ધિસાગરજી મહારાજે મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી હતી.

સાંકળચંદ પટેલ - ઉત્તર ગુજરાતની અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના પ્રેરક અને લોકસેવક છે.

બીજા લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો STUDY GUJJU...

Post a Comment

Previous Post Next Post