આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ શું છે ?
સાવ સરળ ભાષામાં સમજીએ તો આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ. મિત્રો એ બધા કામ (શક્ય હોય તેટલા) જે માનવ કરી શકે છે તે કોમ્પ્યુટરની અથવા ટેકનોલોજી ક્ષેત્રમાં મશીન પણ કરી શકે તે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ છે. ઉદાહરણરૂપ કાર્યો કે તેમાં વાણી ઓળખ, કોમ્પ્યુટર વિઝન, (કુદરતી) ભાષાઓ વચ્ચેનો અનુવાદ તેમજ ઇનપુટ્સના અન્ય મેપિંગનો સમાવેશ થાય છે.
આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ નો વધતો પ્રભાવ અને તેની ઉપર થતી શોધખોળમાં હાલના સમયમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. તમે સિરિ અને એલેક્સાનુંં નામ તો સાંભળ્યુ હશે તે સ્પીચ રેકોગ્નીશન મશીન છે જે તમે સવાલ પૂછશો તેનો તે અધ્યતન રીતે સંક્ષેપ કરીને જવાબ આપશે, આ એક આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ ઉપયોગ તો આપણે જોયો પણ ભવિષ્યમાં માણસ દ્વારા થતા બધા કાર્યો મશીન કરી શકે તેનો પ્રયાસ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ થકી વિક્સાવવામાં આવી રહો છે.
આર્ટિફિશિયલ ઇંટેલિજન્સની રેસમાં મોટી ટેક જાયંટ કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ જોવા મળી રહી છે જેમ કે, ગૂગલ, માઇક્રોસોફટ, એમોઝોન, એપલ, પીપલ.એઆઇ, એનવિડિયા, ડેટા રોબોટ જેવી મોટી ટેક કંપનીઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ ને લગતી કોમ્પિટિશન શરૂ છે અને ભવિષ્યમાં નવી આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ સોફટવેર કે સર્વિસ જોવા મળે તેમાં કઇ અજુગતુ નહીં હોય.
AI સંશોધન ક્ષેત્રનો જન્મ 1956માં ડાર્ટમાઉથ કૉલેજ ખાતે એક વર્કશોપમાં થયો હતો.ઉપસ્થિત લોકો AI સંશોધનના સ્થાપક અને આગેવાનો બન્યા હતા. તેઓ અને તેમના વિદ્યાર્થીઓએ એવા કાર્યક્રમોનું નિર્માણ કર્યું જેમાંં વ્યૂહરચના શીખતા, બીજગણિતમાં શબ્દોની સમસ્યાઓ ઉકેલતા, તાર્કિક પ્રમેય સાબિત કરતા અને અંગ્રેજી બોલતા હતા.
AI ને મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ લખવા અને તાલીમ આપવા માટે વિશિષ્ટ હાર્ડવેર અને સૉફ્ટવેરના પાયાની જરૂર છે. કોઈ એક પ્રોગ્રામિંગ ભાષા એઆઈનો પર્યાય નથી, પરંતુ તેમાની લોકપ્રિય એવી પાયથોન, આર અને જાવા સહિતની કેટલીક ભાષાઓ છે. સામાન્ય રીતે, AI પ્રણાલીઓ મોટી માત્રામાં તાલીમ ડેટાને એકત્ર કરીને, સહસંબંધો અને પેટર્ન માટેના ડેટાનું વિશ્લેષણ કરીને અને ભવિષ્યની સ્થિતિઓ વિશે આગાહી કરવા માટે આ પેટર્નનો ઉપયોગ કરીને કામ કરે છે. આ રીતે, એક ચેટબોટ કે જેને ટેક્સ્ટ ચેટના ઉદાહરણો આપવામાં આવે છે, તે લોકો સાથે જીવંત વિનિમય કરવાનું શીખી શકે છે અથવા ઇમેજ રેકગ્નિશન ટૂલ લાખો ઉદાહરણોની સમીક્ષા કરીને છબીઓમાં ઑબ્જેક્ટ્સને ઓળખવા અને તેનું વર્ણન કરવાનું શીખી શકે છે.
આર્ટિફિશિયલ ઇંટેલિજન્સનુ તાજેતરનું ઉદાહરણ અને લોકપ્રિય એવું પ્લેટફોર્મ ચેટજીપીટી છે જેને ફોલોવર્સ ટૂંંક સમયમાં મોટી માત્રામાં જોડાયા છે અને આગળ પણ તેના ફ્યુચર સર્વિસની વિશેષતા જોવા મળી શકે છે - ચેટ જીપીટી શું છે તે જણવા અહીં ક્લિક કરો - ChatGPT
લેટેસ્ટ ટોપીક અને અપડેટ માટે જોતા રહો STUDY GUJJU...
