B.C.A (Bachelor's in Computer Application)

બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન 


BCA નું સંપૂર્ણ સ્વરૂપ બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન છે. BCA એ 3-વર્ષનો ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ છે. જેની અંદર કોમ્પ્યુટર એપ્લિકેશન અને સોફ્ટવેર ડેવલપમેન્ટની મૂળભૂત બાબતો પર કેન્દ્રિત કરે છે. BCA ડિગ્રીને કમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં BTech/BE ડિગ્રીની સમાન ગણવામાં આવે છે. BCA ના કોર્સમાં ઓપરેટિંગ સિસ્ટમ્સ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, વેબ ટેક્નોલોજી, સોફ્ટવેર એન્જિનિયરિંગ, અને C, C++, HTML, Java, વગેરે જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. ઇન્ફોસિસ, કેપજેમિની, એચપી, એક્સેન્ચર, અને કોગ્નિઝન્ટ જેવી સ્થાપિત આઈટી કંપનીઓ અને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી નવી-યુગની ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં કારકિર્દી સ્થાપવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓમાં તે અત્યંત લોકપ્રિય કોર્સ છે.

આજના સમયમાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં પ્રચલિત છે પછી તે બેન્કિગ હોય, એંજીનિયરીંગ, એજયુકેશન, સાઇન્સ, ડોકટોરેટસ, ગવર્નમેંટ કે પછી કોઇપણ ક્ષેત્ર લઇ લો બધી જ જગ્યાએ મશીન અને ટેકનોલોજી જોવા મળી આવશે. BCA પછીનું સરેરાશ પગાર પેકેજ કંપની અને ચોક્કસ હોદ્દાના આધારે અને તમારી સ્કીલ પ્રમાણે INR 4 LPA થી 10 LPA વચ્ચે બદલાય છે અને ક્ષમતા પ્રમાણે કંપની નક્કી કરે છે. બીસીએ ગ્રેજ્યુએટને સોફ્ટવેર એન્જિનિયર, વેબ ડિઝાઇનર અને સિસ્ટમ એનાલિસ્ટ જેવી નોકરીઓમાં અવકાશ હોય છે.

જો BCA કોર્સની ફિ ની વાત કરીએ તો ગવર્નમેંટ અને પ્રાઇવેટ કોલેજો પ્રમાણે જુદી-જુદી હોય છે. પણ સામાન્ય રીતે 3 વર્ષની 50 હજારથી લઇને ફેસીલીટી પ્રમાણે પ્રાઇવેટ કોલેજો 2 લાખ કે તેનાથી વધારે ફી નક્કી કરે છે.

BCA ને લગતી કોલેજો તમે ગુગલમાં સર્ચ કરશો તો ઘણી બધી કોલેજો તમારા શહેરની નજીક મળી આવેશે. ટૂંકમાં જો તમને ઇંફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે રુચિ હોય અને પ્રોગરામિંગ લેગ્વેજમાં રસ હોય તો આ કોર્સ તમે કરી શકો છો પણ તમારા મિત્ર આ કોર્સ કરે એટલે તમે પણ કરો એવું ન કરતા કારણ કે, આ કોર્સ એક તો અંંગ્રેજી માધ્યમ નો છે અને કોમ્પ્યુટરમાં રૂચિ રાખવી ખૂબ જ જરૂરી છે એટલે સમજિ વિચારીને પગલું ભરવું.

લેટેસ્ટ ટોપીક અને અપડેટ માટે જોતા રહો STUDY GUJJU...

Post a Comment

Previous Post Next Post