OJASઓજાસ એટલે ઓનલાઇઅન જોબ એપ્લીકેશન સિસ્ટમ. આ એક ગુજરાત સરકારનું ગવર્નમેંટ જોબ પોર્ટલ છે જ્યા તમામ પ્રકારની ગુજરાત સરકારની ભરતી વિશે માહિતી અને જે તે જોબ માટે ઓનલાઇન એપ્લાય કરવાની સુવિધા આપે છે.
OJAS નોટીસ બોર્ડ :
ઓજાસ નોટીસ બોર્ડ એ તેના હોમ પેજ પર જોવા મળે છે. જ્યા તમને દરેક નવી ભરતી કે કોઇ નવી નોટીસ જોવા મળે છે. નોટીસ બોર્ડ ની સાથે સાથે તમને જો કોઇ પ્રશ્ન હોય કે ઓનલાઇન ફોર્મ માં કોઇ તકલીફ પડતી હોય તો તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરી શકો છો. તેની સાથે ઇમ્પોર્ટન્ટ ઇંસ્ટ્રક્શન પણ જોવા મળે છે.
ઓજાસ વેબસાઇટ - https://ojas.gujarat.gov.in/
ઓજાસ એપ્સ - ગુગલ પ્લેસ્ટોર પર
ફોર્મ કેવી રીતે એપ્લાય કરવું ? :
1. સૌ-પ્રથમ ઓજાસ સાઇટ પર જવા માટે URL માં ટાઇપ કરો https://ojas.gujarat.gov.in/ અથવા ગુગલ પર સર્ચ કરો ઓજાસ. સાઇટ ઓપન થયા પછી કંઇક આવી દેખાશે...
OJAS નોટીસ બોર્ડ :
ઓજાસ નોટીસ બોર્ડ એ તેના હોમ પેજ પર જોવા મળે છે. જ્યા તમને દરેક નવી ભરતી કે કોઇ નવી નોટીસ જોવા મળે છે. નોટીસ બોર્ડ ની સાથે સાથે તમને જો કોઇ પ્રશ્ન હોય કે ઓનલાઇન ફોર્મ માં કોઇ તકલીફ પડતી હોય તો તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરી શકો છો. તેની સાથે ઇમ્પોર્ટન્ટ ઇંસ્ટ્રક્શન પણ જોવા મળે છે.
ઓજાસ વેબસાઇટ - https://ojas.gujarat.gov.in/
ઓજાસ એપ્સ - ગુગલ પ્લેસ્ટોર પર
ફોર્મ કેવી રીતે એપ્લાય કરવું ? :
1. સૌ-પ્રથમ ઓજાસ સાઇટ પર જવા માટે URL માં ટાઇપ કરો https://ojas.gujarat.gov.in/ અથવા ગુગલ પર સર્ચ કરો ઓજાસ. સાઇટ ઓપન થયા પછી કંઇક આવી દેખાશે...
2. જેમાંં તમને દેખાય છે "Online Application" મેનુ, તેના પર ક્લિક કરો અને તેમાં સબ મેનુમાં "Apply" પર ક્લિક કરો. એટલે તમને નીચે પ્રમાણે દેખાશે...
3.તેમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ જઇ જે તે પોસ્ટ પર જેમાં તમારે એપ્લાય કરવું છે તેના પર ક્લિક કરો. એટલે નીચે પ્રમાણે જોવા મળશે...
4. જેમાં તમને જોવા મળશે દરેક પોસ્ટની એડવર્ટાઇઝ નંબર અને તે પોસ્ટનું નામ અને થોડી વિગર અને એપ્લાય બટન અને ડિટેઇલ બટન જોવા મળશે. પહેલા ડિટેઇલ બટન પર ક્લિક કરી બધી જ વિગત PDF ફાઇલમાં વાંચી લેવી અને ત્યારબાદ એપ્લાય બટન પર ક્લિક કરવું. જેથી તમને એક નવી વિન્ડો દેખાશે જેમાં તે પોસ્ટને લગતી થોડી વિગત આપશે અને Apply Now બટન આપેલ હશે તેના પર ક્લિક કરવું.
5. Apply Now બટન પર ક્લિક કર્યા પછી નવી વિન્ડો ખુલશે જેમાં ચાર બટન આ રીતે જોવા મળશે. Apply with OTR, Skip, Forget Registration No, New Registration. અહીંયા આપણે ડાયરેક્ટ એપ્લાય કરવા માટે "Skip" બટન પર ક્લિક કરીશું. જેથી નીચે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે.
રની માહિતી
6. હવે આ ફોર્મમાં બધી જ વિગતો જેવી કે Personal Detail, Communication Detail, Other Detail, Language Detail, Education Detail ભરવાની રહશે. આ બધી વિગત ભરાઇ ગયા પછી Assurance એટલે કે બાંંહેધરી માટે પૂછવામાં આવશે. જેમાં ફોર્મની બધી વિગત ચેક કર્યા પછી "Yes" સિલેક્ટ કરવું અને "Save" બટન પર ક્લિક કરવું એટલે તમને અરજી નંબર જોવા મળશે જેને તમારે લખી લેવાનો અથવા સેવ કરી લેવાનો રહેશે જે પછી કામ લાગશે.
7. હવે પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ જોવા સ્ક્રીન પર Upload Photo/Signature પર ક્લિક કરવું.
8.સૌ-પ્રથમ તમને એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ પૂછશે તે પછી ઓકે પર ક્લિક કરવું અને પહેલા ફોટો અપલોડ કરવો અને તેના પછી સિગ્નેચર અપલોડ કરવી.
9.તેના પછી ઉપરની ઇમેજ મુજબ "Confirm" પર ક્લિક કરવું. જેથી તેમાં પણ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ પૂછશે તે પછી તમને ઓકે બટન પર ક્લિક કરશો અને તમને કન્ફર્મ એપ્લીકેશન માટે પૂછશે તેમાં કંફર્મ કયા પછી તમને કન્ફર્મેશન નંબર મળશે જેને નોંધી લેશો.
10.પછી છેલ્લા ઓપ્શનમાં પ્રિંટ એપ્લીકેશન ફોર્મ અને પ્રિંટ પોસ્ટ ઓફિસ ચલન જોવા મળશે. પહેલા ચલન પ્રિંટ કરી લો અને પછી એપ્લીકેશન અને ચલન બંનેની પ્રિંટ કાઢી અને પોસ્ટ ઓફિસમાં ચલન ભરી દેવું.
નોંધ - ચલણ ભરેલી એપ્લીકેશન જ માન્ય ગણાય છે એટલે ફોર્મ એપ્લાય કર્યા પછી ચલણ ભરવાનું યાદ રાખવું. એપ્લીકેશન ફી કેટેગરી પ્રમાણે અલગ હોય છે અને ધણીવાર અનામત કેટેગરી માટે ફી ભરવાની નથી હોતી...





