CSS લેંગ્વેજ શું છે ?
મિત્રો આપણે રોજબરોજ ઇંટરનેટની મદદથી ઘણુંં બધુ સર્ચિંગ કરીએ છીએ અને ઘણી બધી સ્ટાઇલીશ કે એનીમેટેડ વેબસાઉટ કે બ્લોગ જોતા હોઇએ છીએ. હવે આ વેબસાઇટમાં જે એનીમેશન દેખાય છે તે કેવી રીતે કામ કરતું હશે તેવો પ્રશ્ન થાય, તો તેનો જવાબ છે CSS એટલ કે કાસ્કેડિંંગ સ્ટાઇલ શીટ.
HTML ની મદદથી આપણે ઘણા બધા વેબ પેજ બાનાવીએ છીએ પણ તેને ડાયનેમીક કે સ્ટાઇલીશ બનાવવા માટે CSS નો ઉપયોગ કરવો પડે. HTML ના ટેગ એટરીબ્યુટસથી પણ ઘણા ચેંજિસ થઇ શકે છે પણ જ્યારે એક્સાથે એકસરખા ટેગને પૂરા પેજમાં ફેરાફાર કરવો હોય ત્યારે CSS કામ લાગે છે. ઉદાહરણ તરીકે, જો <H1> ટેગનો કલરમાં ફેરફાર કરવો હોય તો આપણે ત્યાં કલર પ્રોપર્ટી નો ઉપયોગ કરીએ પણ જ્યારે પૂરા વેબ પેજ માં જ્યાં પણ <H1> ટેગ નો ઉપયોગ થયો હશે ત્યાં ફેરફાર કરવા માટે ઘણો સમય લાગે અને ઝટીલ પણ છે, તેથી <H1> ટેગને CSSની મદદથી એકજ વારમાં દરેક <H1> ટેગની પ્રોપર્ટીમાં ફેરફાર શક્ય છે.
CSS નો ઉપયોગ આ રીતે કરી શકાય 1.ઇનલાઇન મેથડ 2.ઇનટર્નલ મેથડ 3.એક્સટર્નલ મેથડ
ઉદાહરણ તરીકે :1.ઇનલાઇન મેથડ
<html>
<head>
<head>
