What is HTML Language ?

HTML લેગ્વેજ શું છે ?

મિત્રો આપણે રોજબરોજ ઇંટરનેટની મદદથી ઘણુંં બધુ સર્ચિંગ કરીએ છીએ અને ઘણી બધી વેબસાઉટ કે બ્લોગ જોતા હોઇએ છીએ પણ આ વેબસાઇટ કે બ્લોગ જેની મદદથી બન્યા છે તેને જાણીએ. તો ઇંટરનેટ દુનિયામાં દરેક વેબસાઇટ કોઇ ચોક્ક્સ લેંગવેજથી બનેલી હોય છે અને આ લેગ્વેજ એટલે HTML . 

HTML એટલે હાઇપર ટેક્સ માર્કાપ લેંગ્વેજ. HTML લેંગ્વેજની મદદથી આપણે સ્ટેટીક વેબસાઇટ બનાવી શકીએ છીએ, સ્ટેટીક એટલે કોઇ એનીમેશન કે સ્ટાઇલ વગર. જો વેબસાઇટને ઝગમગતી બનાવવી હોય તો CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટનો ઉપયોગ કરવો પડે જે આપણે અલગ પોસ્ટમાં જોશું.

HTML નું માળખું આ પ્રમાણે હોય છે...

<html>
<head>
<title>Page Title</title>
</head>
<body>
    બોડી ટેગની અંદર બાકી બધા જ સબટેગ નો ઉપયોગ થાય છે જે વેબપેજ પર દેખાય છે.
</body>
</html>

HTML માં કમેંટ દર્શાવવા માટે <!--    --> નો ઉપયોગ થાય છે. 

HTML નું ઉદાહરણ જેમાં તમે તમારું નામ દર્શાવી શકો છે જે નીચે પ્રમાણે છે...
<html>
<head>
<title>Page Title</title>
</head>
<body>
<h1> My Name is Study Gujju. </h1>
</body>
</html>

નોંધ - જ્યાં Study Gujju લખ્યુ છે ત્યાં તમારું નામ લખવું અને આ બધી વિગત નોટપેડ ફાઇલમાં લખવી અને ફાઇલનું નામ "abc.html" આપવું.

જો કાંઇ ન ખબર પડે તો ઇમેલ કરી પૂછી શકો છે ...

Post a Comment

Previous Post Next Post