DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિસિંગ
DTP ની મદદથી કમ્પ્યુટર પર પૃષ્ઠ લેઆઉટ સોફ્ટવેરનો ઉપયોગ કરીને દસ્તાવેજોની રચના કરવામાં આવે છે. જેમ કે, બૂક પબ્લિસ, બિલબુક, બિઝનેસ કાર્ડ, પેમ્ફલેટ, સર્ટિફિકેટ, અને અન્ય તમામ દસ્તાવેજો ને ડિઝાઇન કરી પ્રિંટ કરવામાં આવે છે પણ આજના સમયમાં ફક્ત પ્રિંટીગ જ પૂરતુ સિમિત નથી હવે તેનો ઉપયોગ ઓનલાઈન સામગ્રીના વિવિધ સ્વરૂપોના નિર્માણમાં પણ મદદ કરે છે. ડેસ્કટૉપ પબ્લિશિંગ સૉફ્ટવેર લેઆઉટ જનરેટ કરી શકે છે અને પરંપરાગત ટાઇપોગ્રાફી અને પ્રિન્ટિંગની તુલનામાં ટાઇપોગ્રાફિક-ગુણવત્તાવાળા ટેક્સ્ટ અને છબીઓનું ઉત્પાદન કરી શકે છે. આજના સમયમાં દરેક બિઝનેસ માટે ડિઝાઇનીગ અને એડવર્ટાઇઝીંગ મહત્વના સોપાન છે. ત્યારે એક સારા ઓળખ માટે અને પ્રોડક્ટસના સેલ્સ માટે ગુણવતાયુકત ડિઝાઇન ખૂબ જ મહત્વની છે.
ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવાર :
આજના સમયમાં દરેક ક્ષેત્રે કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય થઇ ગયો છે. તેમાનો એક ટોપીક છે ડિઝાઇનીગ અને તેને લગતા મહત્વના ટોપીક. જેમાં ડેસ્કટોપ પબ્લિસિંગ ની મદદથી આપણે ઘણા બધા કામ સચોટ, ચોક્ક્સાઇ, ઝડપી, અને સ્ટાનડર્ડ રીતે કરી શકીએ છીએ.
DTP ના મહત્વમા મુદા :
મિત્રો કોઇપણ ડિઝાઇન બનાવતી વખતે ઘણાબધા મુદા ધ્યાનમાં રાખવા પડે છે. જેમ કે, ડિઝાઇનની સાઇઝ કેટલી રાખવી, લે-આઉટ કેવું રાખવું, ફોંટ કયા ઉપયોગ કરવા, બેક્ગ્રાઉન્ડ કેવું રાખવું, કલર કયો રાખવો, અને બીજા ઘણા મુદા ધ્યાનમાં રાખવા પડે છે. એમાનો એક મહત્વનો મુદો ડિઝાઇન પ્રિંટીગ માટે છે કે પછી ડિજીટલ જેથી CMYK કે RGB મોડ પસંદ કરી શકાય.
- Adobe InDesign
- Adobe PageMaker
- Adobe Photoshop
- Adobe illustrator
- CorelDRAW
- Microsoft Publisher
- InPage
- QuarkXPress
- RagTime
લેટેસ્ટ ટોપીક અને અપડેટ માટે જોતા રહો STUDY GUJJU...
