What is Nifty BankNifty Option Trading ?

What is Nifty BankNifty Option Trading ?


નિફ્ટી અને બેંકનિફ્ટી ઓપશન ટ્રેડિંગ શું છે ?

મિત્રો જો તમે શેર બજાર ની માહિતી જાણવાની શરૂઆત કરી છે તો તમને કદાચ કોઇ કંપનીનો શેર ની માહિતી તમને ખબર હશે કે આ શેરની કિંમત એટલી છે આને બાય કરી શકાય કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. અને હા ઇંટ્રાડે માં તમે શેર ને પહેલા સેલ કરી ને પછી બાય પણ કરી શકો છે, જેને શોર્ટ સેલિંગ કહી શકાય. પણ અહીં આપણે સ્ટોક કે શેર ની માહિતી વિશે નહીં પણ નિફ્ટી અને બેંકનિફટી ઇન્ડેક્ષ વિશે વાત કરી રહ્યા છીએ.

તો સૌપ્રથમ તો નિફટી અને બેંકનિફટી ઇન્ડેક્ષ છે શુંં?

નિફટી માં મિત્રો એવી મોટી કંપની જે લાર્જ કેપ તરીકે ઓળખાય છે જે નિફટી 50માં સામેલ છે. જેના અમુક પરિણામો થી નિફટી ઇન્ડેક્ષ પર અસર થાય છે. તેજ રીતે બેંકનિફટી ઇન્ડેક્ષ માં પણ લાર્જ કેપની બેંક નો સમાવેશ થાય છે જેના પરિણામો બેકનિફટી ઇન્ડેક્ષ ને અસર કરે છે.

નિફટી અને બેંકનિફટી ઇન્ડેક્ષ માં પણ ટ્રેડિંગ કરી શકાય ?

હા, નિફટી અને બેંકનિફટી ઇન્ડેક્ષ માં પણ ટ્રેડિંગ કરી શકાય છે, જેને ઓપશન બાયિંગ કહેવાય. તમે નિફટી અને બેંકનિફટી ઓપશન ને બાય લોટમાં કરી શકો છો. એટલે તેમાં ઓપશન લોટ મિનિમમ ફિક્સ હોય છે. જેમકે 25, 50 ,75... જે સમય અનુસાર બદાલાતા હોય છે.

નિફટી અને બેંકનિફટી ઇન્ડેક્ષ માં પણ ટ્રેડિંગ કરી શકાય પણ તે કંપનીના શેર કરતે વધારે વોલેટાઇલ એટલે કે તેમાં રહેલા લોટ ને કારણે વધારે ફાયદો કે નુક્સાન પણ ઝડપથી થાય છે. નિફટી અને બેંકનિફટી ઇન્ડેક્ષ માં ટ્રેડિંગ કરતાંં પહેલા તેના વિશેની માહિતી જાણી લેવી જરૂરી છે. તેના નિયમો અને કેટલો ચાર્જ લાગી શકે જેવી તમામ માહિતી જાણી લેવી જરૂરી છે. આ બધી માહિતી તમારા સ્ટૉક બ્રોકર પાસેથી જાણી શકો છો...

ટૂંકમાં એટલુ કહેવાનું કે ઓપશન ટ્રેડિંગ તમને સારા નફો પણ કરાવી શકે છે અને જો તમને આવડત ન હોય તો સારી ખોટ પણ કરાવી શકે છે. તો પહેલા શીખો પછી અજમાઓ...

શેર બજારની લેટેસ્ટ માહિતી અને ન્યુઝ, ટ્રીક અને ટીપ્સ માટે મુલાકાત લેતા રહો અને ટેલીગ્રામ ચેનલમાં જોડાવ - https://t.me/gujaratistock

Post a Comment

Previous Post Next Post