શેર માર્કેટ શું છે ?
મિત્રો, સ્ટોક માર્કેટ કહો કે શેર માર્કેટ છે તો એક જ પણ આ નાના શબ્દો નો અર્થે કે તેને સમજવું ખૂબ જ લાંબુ છે. કાંઇ વાંધો નહી ચિંતા નહીં કરતા હું તમને ટૂંકસારમાં ઘણું બધુ સમજાવી આપીશ.
આ શેર માર્કેટ એટલે ટૂંકમાં સમજીએ તો જેમ આપણે વસ્તુની લઇ ને પૈસા ચૂકવીએ છીએ તેમ અહીંયા પૈસા તો ચૂકવીએ છીએ પણ તેના બદલામાંં વસ્તુ નહીં પણ કંપનીના શેર મળે છે. હવે મનમાં પ્રશ્ન થાય કે વળી શેર કેવી રીતે મળે અને કેટલા મળે અને કયાંં મળે. તો ચિંતા ના કરશો બધા જ પ્રશ્ન નો જવાબ ટૂંકમાં મળી જશે.
દરેક કંપનીના શેરની કિંમત જુદી જુદી હોય છે. જેમ કે, જો તમારે 100 રુપિયા ઇન્વેસ્ટ કરવા છે તો તમે કોઇ 100 રૂપિયાનો એક શેર ખરીદો અથવા 50 રુપિયાના બે શેર ખરીદો તેવી જ રીતે કંપનીના શેરની કિંમત અને તમારા રોકાણની ક્ષમતા પ્રમાણી શેર મળે છે.
શેર માર્કેટમાં આપણે કોઇપણ કંપનીના શેર લેવા કે વેચવા હોય તો તેની માટે ડિમેટ એકાઉન્ટ હોવું જોઇએ. હવે ડિમેટ એકાઉન્ટની વિસ્તૃત ચર્ચા આપણે પછી કરીશું, ટૂંકમાં શેરની લે-વેચ માટે ડિમેન્ટ એકાઉન્ટ જોઇએ જેમ બેંકમાં પેસા લેવા કે મૂકવા માટે બેંક આકાઉન્ટ હોય છે તેમ.
હવે પ્રશ્ન એ થાય કે ડિમેટ એકાઉન્ટ ખોલાવું ક્યા ?
મિત્રો ભારતમાં ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે ગણી ન શકાય તેટલા નાના-મોટા શેર બ્રોકર છે પણ ટોપ લિસ્ટમાં હાલ જોવા જઇએ તો તમને થોડાક સ્ટોક બ્રોકર ગણાવું. જેમ કે, Zerodha, Upstox, Angel One, Groww, Kotak Securities, ICICI Direct, 5paisa અને બીજા ઘણા બધા જ સ્ટોક બ્રોકર છે. પણ આ બધા બ્રોકરો જુદીજૂદી ફેસેલિટી આપતા હોય છે ઘણા ડિસ્કાઉન્ટ બ્રોકર હોય છે તો ઘણા ફૂલ સર્વિસ બ્રોકર હોય છે.
નોંધ - ડિમેટ એકાઉન્ટ ખોલાવતા પહેલા તેના વિશે બધી માહીતી જાણી લેવી, ખાસ કરીને હિડન ચાર્જિસ અને અન્ય ચાર્જિસ વિશે.
શેર બજારની લેટેસ્ટ માહિતી અને ન્યુઝ, ટ્રીક અને ટીપ્સ માટે મુલાકાત લેતા રહો અને ટેલીગ્રામ ચેનલમાં જોડાવ - https://t.me/gujaratistock
